અંતર્ગત... કવિતા.. ૬-૩-૨૦૨૧
*અંતર્ગત* મૌલિક રચના.. ૬-૩-૨૦૨૧ *મા…!* કે *લાડલી… !!* મા મમતાળુ છે. લાડલી લાગણી છે..! મા દુનિયા છે. લાડલી પ્રેમ છે..! મા દુવાઓ વરસાવે છે. લાડલી એટલે મનોબળ મજબૂત કરે છે..! મા એટલે હેતુનું ઝરણું છે...! લાડલી વ્હાલનો દરિયો છે..! મા એ નિઃસ્વાર્થ પ્રેમનો સંગ્રહ છે. લાડલી એ પ્રિતનું પારેવડું છે..! મા હંમેશા પીઠબળ બની રહે છે..! લાડલી ટેકો આપી ચાલતાં શીખવે છે..! મા અનુભવોનું ભાથું છે..! લાડલી પ્રેરણા નું બળ છે..! મા = મમતા..! લાડલી = દીકરીનું લાડ.! મા = જેનાં હ્રદયમાં વસવાટ કરે છે સંતાનો...! લાડલી = કુમકુમ પગલાં પાડી ઘર પાવન કરે છે..! મા વગર ઘર વિરાન છે..! લાડલી ઘરનું ઘરેણું છે..! મા = સંઘર્ષના દિવસોનો વિસામો છે..! લાડલી = સંઘર્ષ નાં દિવસોનો સહારો છે..! ભાવના ભટ્ટ અમદાવાદ.....