Posts

અલી, ટલી

*અલી,ટલી* હાસ્યાસ્પદ ૧૦-૧૦-૨૦૨૧ અલીબેન નું અરરરર ર... અરરરર  ર... ટલીબેન બોલે ટરરર ર... ટરરર ર....ટરરરર ર... ને સેણી બેન બોલે સરરરર..ર...‌સરરર ર... સરરર ર. ઝેણીબેન બોલે..ઝરરરર ર...‌ઝરરર... ઝરરર ર..  અને.. પેણીબેન બોલે.. પરરરર ર... પરરરર ર...‌પરરરરરરર... આમ ચાર ચોટલાનું ગૂસપૂસ...ગૂસપૂસ સાંકેતિક શબ્દ. વેણીભાઈ ઘુઘવાટ કરતાં, ઘૂરકે હું..હું..હું.. હું હોશિયાર  વેણીભાઈ...  ફેણીભાઈ  એક જ બોલી બોલે.. હું ફાવ્યો... હું ફાવ્યો... હું ફાવ્યો.. મારી આગળ કોઈની નાં ચાલે આરી... આમ ચોકડી મંડળમાં શી કક્કાવારી ની રમઝટ જામી.. સસલીબેન  ઈશ્વરને પુછે છે.. આ ચોટલા મંડળમાં આ શું ભાંજગડ માંડી રે.. ફૂલ્યા ફાલ્યા ફરતાં ફેણીભાઈ, ફેણીભાઈ કહે જે હડફેટે ચઢ્યાં  એ તો ગયાં હાથ ઘસતા રે.. થોભી જાતાં સસલાં પરિવાર આ જોઈને.. ડરતાં, ધ્રુજતા બોલતાં... હવે શું થશે... હવે શું થશે..  હવે શું કરવું... કેમ રેહવુ.. માન વિના સંબધોમાં કેમ જવું  ખોટા દેખાડા કરવા.. એમ.... ઓહોહો.... શું વાત કરો છો..  અલીબેન નું અરરર ર... અરરર ર. આમજ ખોદણી ખોદતાં લાખો કરોડો ની ઉથલપાથલ કરતાં.. પણ સાચું ખોટ...

મારી બહુચર મા

*મારી બહુચર મા* ૫-૧૦-૨૦૨૧ મને શંખલપુર યાદ આવે છે,  ઘરમાં મારું  મન લાગતુ નથી. આનંદનાં ગરબામાં મળેલ આનંદ બીજા કશામાં મળતો નથી. બહુચરાજી તમારી અકળ લીલા, આજે પણ પ્રચલિત છે. તમારાં દર્શને શાંતિ મળે છે, બાકી શાંતિ ક્યાંય મળતી નથી. કૂકડા રમતાં તમારી પાળે મા, બીજા મંદિરોમાં રમતાં નથી. પારણું બંધાવનાર દેવી તું જ છે, તારાં વગર મહેણું ભાંગનાર કોઈ નથી.   નારીનો કર્યો નર, ઘોડીનો કર્યો ઘોડો, બહુચર મા તમ વિના કોઈ નથી. ભાવના ભર્યા ભાવ સાંભળનાર,  કુળદેવી તમ વિના કોઈ નથી. શંખલપુર સોહામણું લાગે છે,  એવું સોહામણું કશું નથી. મંગળવારે તારી યાદ આવી છે, બહુચરાજી તારાં વિના કોઈ નથી. ભક્તોના હૃદયમાં સ્થાન તારું છે, મા તમ વિના મન ક્યાંય લાગતું નથી. *કોપી આરક્ષિત* *©* *ભાવના ભટ્ટ અમદાવાદ...* ➖〰️➖〰️➖〰️➖〰️➖

તારો ભરોસો મને

*તારો ભરોસો મને* વ્યંગાત્મક. ૪-૯-૨૦૨૧ એક તારો ભરોસો મને હતો, પણ ભરોસો તોડ્યો પંચાત કરી. દિલની વાત કહી ભરોસો રાખીને, તમે મીઠું મરચું ઉમેરીને; વાતને ગંભીર સ્વરૂપ આપ્યું. સંબંધોમાં તિરાડ પાડી દીધી, આવું કરવાથી શું લાભ થયો? નાહક સંબંધોમાં કડવાશ કરાવીને. તારો ભરોસો મને ભારી હતો, એ ભરોસો મને ભારી પડ્યો; ભાવના ઘવાઈને ભરોસો તૂટ્યો. ભૂલ મારાથી થઈ ભરોસો રાખીને, સ્ક્રીનશોટ ને રેકોર્ડિંગનાં યુગમાં; કે તમે આવી પંચાત કરી ને. ખ્યાલ તો હતો કે પંચાત કરો છો, પણ ભરોસો મને નડયો છે, મારાં ગણ્યાં ને મને જ નડયા છો *કોપી આરક્ષિત* *©* ભાવના ભટ્ટ અમદાવાદ... ➖〰️➖〰️➖〰️➖〰️➖

એક સાચો શિક્ષક... કવિતા

*એક સાચો શિક્ષક* ૨૯-૪-૨૦૨૧ આ શિક્ષક એટલે જ્ઞાનનો ભંડાર, જિંદગી જીવવા દે જ્ઞાનનો ભંડાર. પાટી પેનથી માંડીને કોમ્પ્યુટર સુધી, પ્રેકટીકલથી માંડીને ઈન્ટરનેટ સુધી. વ્યવહારથી માંડીને ભણતર સુધી, શિક્ષક એટલે અભાવથી ભાવના સુધી. સાયન્સથી માંડીને પર્યાવરણ સુધી,  ગામડાઓ થી માંડીને શહેર  સુધી. ઓફલાઈનથી માંડીને ઓનલાઈન સુધી, પરીક્ષાથી માંડીને તે પરિણામ સુધી. હારથી માંડીને જીતનાં કિરણ સુધી, માસ્કથી માંડીને રસીકરણ સુધી. યોગથી માંડીને વ્યાયામ સુધી બધેજ શિક્ષક. દરેક રીતે ઉપયોગી માણસ એટલે શિક્ષક.. ભાવના ભટ્ટ અમદાવાદ.... ➖〰️➖〰️➖〰️➖〰️➖

આ કપરો વિઝોણો... ભક્તિ

*આ કપરો વિઝોણો* ભક્તિ ગીત.. ૨૬-૪-૨૦૨૧ આ કોરોના કાળ કપરોઆયો છે ચેહર મા, આ કપરો વીંઝણો વાયો રક્ષણ કરો ચેહર મા. ઘર ઘરમાં આ રોગ ફેલાયો છે ચેહર મા, જુઓ વેદનાનો માહોલ ચારેકોર છે ચેહર મા. આ કપરાં વિઝોણાથી સૌ થરથર ધ્રુજે ચેહર મા, નજર સામે ભાવના હ્ર્દય અટક્યું જાણે ચેહર મા. ચહલ પહલમાં ડર ઉદાસી ભરી છે ચેહર મા, આ રોગથી એકાંતમાં મન ભટક્યું છે ચેહર મા. હવે તો આ મહામારી અટકાવો ચેહર મા, ઓકિસજન વિના માનવ રઝળે છે ચેહર મા. કોરોના કાળ તો કપરો આયો ચેહર મા, આ વાયુનો વીંઝણો વસમો છે ચેહર મા... ભાવના ભટ્ટ અમદાવાદ... ➖〰️➖〰️➖〰️➖〰️➖

આ સમય... ભક્તિ ગીત

*આ સમય*ભક્તિ ગીત.. ૨૫-૪-૨૦૨૧ માવડી જાગજે તું, આ સમય સાચવજે તું, દેવીમાં જાગજે તું, સમય સાચવજે તું. મોહ પામેલાના, ભરમ કાઢજે તું, કોરોના હણજે તું, સમય સાચવજે તું. મહામારીથી ડરીએ નાં, એવી શક્તિ આપજે તું, ભાવના પોકારે તને, સમય સાચવજે તું. જગતને બચાવવા, સિંહ સવારીએ આવજે તું, વ્હારે આવજે તું, સમય સાચવજે તું. કર્મ ખેલ છે, આ રમત બંધ કરજે તું,   શાંતિ આપજે તું, સમય સાચવજે તું.  શરણું તારું અમને, એ લાજ રાખજે તું, ચેહર મા તું, આ સમય સાચવજે તું... ભાવના ભટ્ટ અમદાવાદ... ➖〰️➖〰️➖〰️➖〰️➖

મનથી પૂજતાં.... ભક્તિ ગીત

*મનથી પૂજતા* ભક્તિ ગીત... ૨૪-૪-૨૦૨૧ મનથી પૂજતાં, ચેહર માં આવી મળે છે,  પથ્થર મહીં પણ અલૌકિક રૂપમાં મળે છે.  દુઃખમાં પણ શરણું ચેહર મા નું મળે છે, નજર જ્યાં ઠરે, ભાવનામય ભાવથી મળે છે. ચેહર મા અપાર લીલા લહેર કરાવે છે, જ્યાં ચેહર મા રૂપે એક દેવી મળે છે. આ કળિયુગમાં હાજરાહજૂર દેવી મળે છે, જ્યાં પાવર વાળી દેવી અંતરનાં પોકારે મળે છે. આ દુનિયામાં સાચો એક સથવારો મળે છે, મમતાભર્યા માવડી સમંદર રૂપે મળે છે. વિશ્વાસ મૂકીએ તો ભરોસા નું ડેરૂ મળે છે,  ચહેર મા જાતરમાં રમતાં જોવા મળે છે... ભાવના ભટ્ટ અમદાવાદ... ➖〰️➖〰️➖〰️➖〰️➖