અતિશયોક્તિ... લઘુકથા
*અતિશયોક્તિ* લઘુકથા... ૨૭-૩-૨૦૨૧ અંકિતા અને અનિતા બન્ને જોડીયા બહેનો હતી.. અંકિતા અને અનિતા મધ્યમવર્ગીય પરિવારની દીકરીઓ હતી.. બન્નેનાં લગ્ન એક્જ માંડવામાં એક જ દિવસે થયાં.. લગ્ન પછી અંકિતા પોતાનાં પરિવારની નાની, નાની વાતો અનિતાને કહેતી અનિતા કોઈને કોઈ રસ્તો અંકિતાને બતાવીને અંકિતાને ખુશ રાખતી પણ અંકિતા રોજબરોજ દરેક વાત અનિતાને કહેતી રહી એની અસર અનિતાના શરીર ઉપર પડી અનિતાને નાની ઉંમરમાં જ ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશર આવી ગયું ડોક્ટરે કહ્યું કે વધુ પડતું ટેન્શન લો છો એનાં લીધે થયું છે દવાઓ ચાલુ થઈ.. અંકિતાને પણ બે જોડકાં દિકરા જન્મ્યા દીપ અને દીપુ.. અતિશયોક્તિ અંકિતાની વધતી જ રહી એ પોતાની વ્યક્તિગત વાતો પણ અનિતાને કહેતી રહી અનિતા ભાવનાઓ માં ડૂબી ને અંકિતા માટે બધું કરતી રહી અને પોતાના શરીરને બગાડતી રહી.. અતિશય ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશર ને લીધે અનિતા મા બની શકે એમ નહોવાથી.. હોળી ધૂળેટી આવતી હતી અનિતા પોતાનાં પતિ કિરણને ખુબ પ્રેમ કરતી હોય છે એટલે પોતે સંતાનની મા નહીં બની શકે એમ હોવાથી ધૂળેટીનાં દિવસે મન ભરીને કિરણ સાથે ધૂળેટી રમી પછી ફ્રીઝમાંથી ભાંગની તપેલી કાઢી અને ગ્લાસમાં કાઢવાં...