Posts

Showing posts with the label અનેરો પ્રેમ

અનેરો પ્રેમ

*અનેરો પ્રેમ...*  ૮-૧૦-૨૦૨૦ *લઘુકથા* મેઘલે પોતાના પિતા ને લાગણીઓ થી ખખડાવી નાખ્યા... રાજુભાઈ અને મેઘલ બન્ને વચ્ચે અનેરો પ્રેમ હતો... મેઘલે પિતાને લાગણીઓ થી જમવા માટે ખખડાવ્યા કે સરખું ધ્યાન રાખી જમતાં નથી.. *મા* વગર ની મેઘલ.. સમજણી થઈ ત્યારથી જ રાજુભાઈ ની મા બની ગઈ હતી.. મેઘલના બોલવાથી રાજુભાઈ ને લાગણી એટલે શુ તે સમજાયું... એક દિવસ એક પ્રસંગમાં રાજુભાઈ ને એમના નાના ભાઈ પરેશે નજીવી વાતમાં ખખડાવ્યા ઘરમાં બાપને ખખડાવતી દીકરી બીજા દ્વારા બાપને ખખડાવાત જોઈ ને.. પરેશે ને કહ્યું કે કાકા મારા પપ્પા ને ખખડાવવાનો તમને અધિકાર નથી... ભાવના ભટ્ટ અમદાવાદ....