Posts

Showing posts with the label અપેક્ષા

અપેક્ષા.. લેખ.. ૧૩-૧૨-૨૦૨૦

*લેખ :- *અપેક્ષા*...૧૩-૧૨-૨૦૨૦ લાગણી અને માંગણી સંબંધોમાં એકસાથે ન ટકી શકે.. લાગણી હોય ત્યાં અપેક્ષા રાખવાથી સંબંધોમાં તિરાડ પડે છે... લાગણી ભરેલાં સંબંધોમાં માંગણી અને અપેક્ષા શરૂ થાય એટલે એ સંબંધોનો અંત આવે છે.. સંબંધોમાં લાગણીઓ ને જ મહત્વ આપવું જોઈએ અપેક્ષા અને અહમ કરવાથી તો કોઈ સંબંધ ટકી ન શકે... માટે લાગણી અદભુત ચીજ છે એને ઓળખીને સંબંધ મજબૂત બનાવીએ.. લાગણી અને અપેક્ષાઓ એક સાથે રહીજ નાં શકે કારણકે નિર્મળ લાગણીઓ હોય ત્યાં અપેક્ષા ગૌણ બની જાય છે.... એમ જ લાગણી અને અહમ સાથે નાં રહી શકે કારણકે અહમ માં રહેનારી વ્યક્તિ ને બીજાની લાગણીઓ કે પ્રેમ નજરમાં નથી આવતાં...  માટેજ લાગણી અપેક્ષા વિહોણી અને અહમ વગર ની બનશે ત્યારે જ ઈશ્વરની ઝલક મળશે ને સંબંધોમાં તિરાડ નહીં પડે... આવી નિર્મળ લાગણીને ઈશ્વર સાક્ષાત્કાર કરાવે છે એ સંબંધોમાં સરગમ પર ગીત બનીને ઉતરે છે અને એ સંબંધો સાત્વિક બને છે... ભાવના સહિતના સંબંધોમાં અપેક્ષા નું કોઈ જ સ્થાન નથી હોતું... અપેક્ષાઓ થી પર સંબંધ હોય તો એ સંબંધો પ્રેરણારૂપ બને છે... ભાવના ભટ્ટ અમદાવાદ.... ➖➖➖➖➖➖➖