અમાસે સ્થાપન
*અમાસે સ્થાપન* ભક્તિ ભાવ.... ૧૬-૧૦-૨૦૨૦ અમાસે સ્થાપન ચેહર મા નું થાય ને જવેરા વવાય જો, પેઢીઓથી ચાલતો આ રિવાજ છે એનો અમલ કરાય જો. ચેતવે છે માવડી હરઘડી એંધાણી આપી જો, નવરાત્રીમાં નવ દિવસ એક બનીને રહો જો. સમડી રૂપ ધરીને ભોર વેળા મળે અહીં, અલગ અવાજ કરીને હાજરી પૂરાવે અહીં. પાવર વાળી ચેહર મા દોડતી આવે અહીં, ભાવના નાં ભાવથી કળિયુગમાં મળતી અહીં. અમાસે સ્થાપન થાય મા રીઝે ભાવથી અહીં, હેત ભાવે ભજો તો પડખે જોવાં મળે અહીં. કામ એવાં કરો યાદ રાખે જગત તમને અહીં, પેઢીઓ નાં નિયમો વડીલોએ જોઈ વિચારી બનાવ્યા અહીં. સંગ એવો રંગ લાગશે માટે ભજો ચેહર મા ને અહીં, આન બાન ને શાન અપાવે ચેહર મા અહીં. પ્રેરણાદાયી હરપલ હાજરી પૂરાવે અહીં, સમજો તો સ્વપ્નમાં પણ આદેશ આપે અહીં. ચેહર મા તો કુળની મૂડી છે જુઓ અહીં, રૂપા બા, નાયણા નાગર ની ભક્તિ નાં ફળ મળ્યા અહીં... ભાવના ભટ્ટ અમદાવાદ... ➖➖➖➖➖➖➖