આ કપરો વિઝોણો... ભક્તિ
*આ કપરો વિઝોણો* ભક્તિ ગીત.. ૨૬-૪-૨૦૨૧ આ કોરોના કાળ કપરોઆયો છે ચેહર મા, આ કપરો વીંઝણો વાયો રક્ષણ કરો ચેહર મા. ઘર ઘરમાં આ રોગ ફેલાયો છે ચેહર મા, જુઓ વેદનાનો માહોલ ચારેકોર છે ચેહર મા. આ કપરાં વિઝોણાથી સૌ થરથર ધ્રુજે ચેહર મા, નજર સામે ભાવના હ્ર્દય અટક્યું જાણે ચેહર મા. ચહલ પહલમાં ડર ઉદાસી ભરી છે ચેહર મા, આ રોગથી એકાંતમાં મન ભટક્યું છે ચેહર મા. હવે તો આ મહામારી અટકાવો ચેહર મા, ઓકિસજન વિના માનવ રઝળે છે ચેહર મા. કોરોના કાળ તો કપરો આયો ચેહર મા, આ વાયુનો વીંઝણો વસમો છે ચેહર મા... ભાવના ભટ્ટ અમદાવાદ... ➖〰️➖〰️➖〰️➖〰️➖