Posts

Showing posts with the label આ કાયાને પાનખર..

આ કાયાને પાનખર..

*આ કાયાને પાનખર* ૧૪-૩-૨૦૨૧ આ કાયાને જ્યારે પાનખર લાગશે, તારી રાતી જવાની પળમાં રોળાશે. નાં કરો કાયાનું અભિમાન મનવા રે, આ કાયા તો એક દિ માટીમાં મળી જાશે રે. રૂપ, રંગ નો અંહકાર નાં કર મનવા રે, પાનખરમાં રૂપ, રંગ રોળાઈ જાશે રે. ભાવના તારાં સુંદર વાળનો ગર્વ રે, પાનખરમાં ધોળા બની જાશે રે. તારી કાજળ ભરેલી આંખોનો ઉલાળો રે, પાનખરમાં મોતીયો બની ડોકાશે રે. આવી તારી સુંદર કાયા ને રે, એક દિ પાનખર લાગશે રે.. ભાવના ભટ્ટ અમદાવાદ..... ➖〰️➖〰️➖〰️➖〰️➖