આ રાવણ
*આ રાવણ* ૨૭-૧૦-૨૦૨૦ આજ નો રાવણ ખુલ્લેઆમ ફરે છે, ત્રેતાયુગ નો રાવણ દર દશેરાએ બળે છે. ઝાંસીની રાણી બનશે નારી જ્યારે, પછી સળગશે આ કળિયુગ નો રાવણ ત્યારે. રાવણ ભડ ભડ ભડ બળશે ને દિકરી બચશે, દિકરી બનાવનાર ઈશ ત્યારે રાજી થઈ રહેમ કરશે. રાવણ સળગાવનાર ત્યારે દિલથી રાજી થશે, આ માણસ ભાવના ભર્યા હૈયે થી રાજી થશે. આ કળિયુગમાં કાશ કોઈ રામ બનીને આવે, સચ્ચાઈ ની એક દિવાસળીથી દિકરીની લાજ બચાવે. ભીતર બેઠેલા રાવણને મૂકે ખુદ અગ્નિ માં, નિત્ય રાવણ વધ થાય તો દેશમાં નારી રહે સુખમાં. જ્યાં જ્યાં આવાં રાવણ હોય ત્યાં એક રામ હોય, એવાં રાવણને મહાત કરવા માટે ગલીનાકે એક રામ હોય.. ભાવના ભટ્ટ અમદાવાદ.... ➖〰️➖〰️➖〰️➖〰️➖