Posts

Showing posts with the label આજે નૂતન વર્ષાભિનંદન

આજે નૂતન વર્ષાભિનંદન..૧૬-૧૧-૨૦૨૦

*આજે નૂતન વર્ષાભિનંદન*  લેખ.... ૧૬--૧૧-૨૦૨૦ આજે નવું વર્ષ... હેપી ન્યૂ યર... નૂતન વર્ષાભિનંદન...‌‌.. સાલ મુબારક .... આજે વહેલા ઉઠીને નવા કપડાં પહેરીને મંદિર અને વડીલો ને પગે લાગી ને આશીર્વાદ લેવામાં આવે છે એ આપણી ભારતીય સંસ્કૃતિ છે.... આસોપાલવ ના તોરણ દરવાજે લગાવામાં આવે છે.... હજુ ઘણી જગ્યાએ પરોઠિયે નાના છોકરા સબરસ વહેંચવા નિકળે છે..‌ વેપારીઓ ગોળ,ધાણા ના શકન કરાવે છે...  'અંતર એનું આસોપાલવ આંખો એની જયોતનો વૈભવ જેના હૈયે અઢળક કરુણા એને બારેમાસ નવું વર્ષ છે' પણ આપણે તો દિ' ઉગે હોળી હોય .. ક્યાંય કોઈ ને નમવું નથી... તારાથી વધું હું હોશિયાર એની જ ખેંચતાણ ચાલે છે... એકબીજા ની કાપવામાં જ પડ્યા છીએ તું મારાથી આગળ કેમ આવે???  માટે જ નવાં વર્ષમાં એવું કંઈક કરી લેવા માટે આજે વરસના ઉઘડતા પ્રભાતે સંકલ્પ કરવાનો છે કે થશે તો કોઈનું સારું કરીશ પણ કોઈ ના જીવનમાં અડચણ રૂપ નહીં બનું.....  " આવ્યું નવું નકોર વર્ષ સવાર છે સલૂણી ને સરસ બુઝાવવા કોકની ભૂખ તરસ વરસો મન મૂકીને વરસો " વરસ્યા કરવા માટેનો સંદેશ લઈને આવે છે દરેક નવું વર્ષ.... આપણે દિલ ખોલીને ભાવનાઓ વ્યક્ત નથી કરતા આપણે તો તરસ...