Posts

Showing posts with the label આડંબર... ટૂંકીવાર્તા

આડંબર... ટૂંકીવાર્તા

*આડંબર* ટૂંકીવાર્તા ૨૪-૩-૨૦૨૧ આ દુનિયામાં બોલવાનું અલગ અને ચાલવાનું અલગ હોય છે.. એક મધ્યમવર્ગીય કુટુંબમાં મોટી થયેલી કોશા ભણીગણીને લેક્ચર બની.. એક નાનો ભાઈ હતો નિરજ...  બન્ને ભાઈ ભાઈ બહેન વચ્ચે અપાર પ્રેમ હતો.. કોશા માટે નાતમાં એક છોકરો જોયો એ "સીએ" થયેલો હતો પરિવાર ખુબ સુખી હતું અને નાતમાં એમનો માભો હતો... પરિવારમાં ચેતન સૌથી મોટો હતો પછી નાનો ભાઈ હતો નીલ.. પિતાને ધંધો હતો.. ચેતન દેખાવડો હતો.. ચેતન અને કોશા ની મુલાકાત ગોઠવી.. બન્ને એ એકબીજાને પસંદ કરી લીધાં.. ધામધૂમથી લગ્ન લેવાયાં.. લગ્નનાં એક વર્ષમાં એક દિકરી અવતરી એનું નામ ચાંદની પાડ્યું.. ચાંદની બે વર્ષની થઈ અને કોશા ફરીથી મા બનવાની હતી પણ સરકારી કાયદા મુજબ દિકરો કે દિકરી નું પરીક્ષણ થતું નહોતું એટલે પૂરા દિવસે કોશા એ બીજી  દિકરીને જન્મ આપ્યો ભામીની... ભામીની એક વર્ષની થઈ નહોતી અને છોકરાં માટે કોશા ને સંભળાવતા અને બીજાની સામે એવું કહેતાં અમારે તો આ બે લક્ષ્મીનાં પગલે સુખ સાહ્યબી વધ્યાં છે.‌.. અને આ બાજુ કોશાને ત્રીજા બાળક અને એ પણ દિકરો જ લાવવા માટે દબાણ કરતા રહ્યાં પણ કોશા કહેતી બે બાળક બસ છે એ પછી દિકરીઓ જ હોય તો શું થય...