Posts

Showing posts with the label આત્મ સુરક્ષા

આત્મ સુરક્ષા... માઈક્રો ફિક્શન

*આત્મ સુરક્ષા*  માઈક્રોફિક્શન..  ૧૪-૩-૨૦૨૧ આરતી નાનપણથી મામા, મામીને ત્યાં મોટી થઈ હતી.. એક અકસ્માતમાં ઘટનાસ્થળે જ માતા-પિતાનું મૃત્યુ થયું હતું. આરતીનાં મામા તો આરતીને ખુબ જ સારી રીતે રાખતાં હતાં અને આરતીની ભાવનાઓ સમજતાં હતાં પણ મામી પાસે કંઈ ન ચાલતું.. આરતીનાં મામીએ એમનાં સગામાં કિરણ નામનાં છોકરાં સાથે જબરદસ્તી પરણાવી દીધી.. આરતી નવોઢા બનીને માથે ચુંદડી ઓઢીને ફુલોથી સજાવેલા પલંગમાં બેઠી હતી.. અડધી રાત્રે કિરણનાં પિતા રૂમમાં આવ્યા અને બારણું બંધ કર્યું અને ચપ્પુ બતાવી કહ્યું કે તારી મામી બધું જ જાણે છે પણ તે બીજા કોઈને કહ્યું તો તને અને તારાં મામાને જાનથી મારી નાખીશ. આમ કહીને આરતી ને બાથમાં ભીડી એ સાથે જ આરતીએ ચપ્પુ છીનવીને એનાં સસરાને છાતીમાં વાર કર્યો અને લોહીનો ફુવારો ઉડયો અને લોહીભીની ચુંદડી થઈ ગઈ.. ભાવના ભટ્ટ અમદાવાદ... ➖〰️➖〰️➖〰️➖〰️➖