આયો ફાગણિયો .. કવિતા..
*આયો ફાગણિયો* અછાંદસ કાવ્ય... ૨૮-૩-૨૦૨૧ આયો ફાગણિયો આયો રે, કેસૂડો પૂર બહારે લાવ્યો રે. ફાગણ રંગોત્સવ લાવ્યો રે, કેસૂડો કેસરિયો રંગ લાયો રે. રંગબેરંગી રંગો લાવ્યો રે, ફાગણમાં કેસૂડો નિખર્યો રે. ભાવનાની લહેરમાં રંગો રે, એક એક ડાલી ઝુલે કેસૂડો રે. લહેરાતો કેસરિયો રંગ ઝુમે રે, ચારેકોર સુંદર નજારો દિસે રે. કેસૂડો પ્રેમીઓ નાં હેતમાં રે, પરિવારજનો ની પ્રીતમાં રે. ભાવના ભટ્ટ અમદાવાદ... ➖〰️➖〰️➖〰️➖〰️➖