આરાધના પાંચમું નોરતું
*આરાધના પાંચમું નોરતું* લેખ.... ૨૧-૧૦-૨૦૨૦ *આજનો દિવસ એ નવપદ આરાધના નો પાંચમો દિવસ છે* જે ખૂબ જ મહત્વપૂર્ણ છે... આજનું પાંચમું નોરતું શ્રી સ્કનદ માતાજી નું છે.... *આજે પાંચમો થયો ઉપવાસ ચાલો માતાજી નાં તેજ નાં દર્શન કરીએ* " જે નિત્ય સિંહાસન ઉપર બિરાજમાન છે, જેમના બંને હસ્તમાં કમળો શોભી રહ્યા છે, તે *યશસ્વીની સ્કનદ માતા દુર્ગા દેવી સૌ માટે કલ્યાણદાયિની હો "..* અનુશાસન અને મનના વિકારોને જીતનાર જ જગતને સાચો રાહ ચીંધી શકે છે એવા *સાધુ,સંતો,સતીઓ ના પાવન ચરણોમાં ભાવના સભર વંદના...* જે કોઈ સાધુ *ભગવંતો, ગુરુજનો ભગવાન અને માતાજી ને સમર્પિત છે.* સન્મુખ છે. પછી એ કોઈ પણ ધર્મના હોય, પંથના હોય, સમુદાયના હોય એ આપણા માટે સદા સર્વદા વંદનીય અને પૂજનીય, આદરણીય છે. બહું જ ધ્યાન માંગી લે એવો શબ્દ છે " ૐ " મારી તમારી માન્યતાના ચોકઠામાં પૂરાયેલ નહીં... પણ " ૐ " એટલે બધા જ સાધુ ભગવંતો જેઓ પરમાત્મા ને પંથે ગતિશીલ છે એ તમામ માટે ઓમકાર જ પ્રયોગશીલ શબ્દ છે જે જરૂરી છે.... સાધના કરે તે સાધુ.. શ્રમ કરે કષ્ટો દૂર કરવા પરિશ્રમ કરે તે શ્રમણ... મૌનના મહાસાગરમાં ડૂબકી મારી ડૂબી જાય તે મુન...