આવી હોળી ધૂળેટી
*આવી હોળી ધૂળેટી* કવિતા.. ૨૬-૩-૨૦૨૧ આયો આયો ફાગણિયો આયો રે, લાવ્યો રૂડો હોળી, ધૂળેટી લાયો રે આજે ઢોલને મૃદંગ સંગ સૈ નાચે રે, હોળી દહન કરી પૂજા અર્ચના કરે રે. ધૂળેટીમાં રંગ ગુલાલ થી રંગાયા રે, સહુ મળી રંગોથી રંગોત્સવ ઉજવે રે. ભાવના રંગ કેસરિયો લાલ ઉડે રે, હોરી ખેલો રે સખી ગૂંજ ઉઠે રે. ભરી પિચકારી હાથ રંગમાં ભીંજે રે, આજે આનંદ ઉર ઉર ઊભરાય રે. હોળી, ધૂળેટી ખેલોને આજ મન મેલી રે, સૈયર મોરી અંતરપટ આજ ખોલી રે... ભાવના ભટ્ટ અમદાવાદ.... ➖〰️➖〰️➖〰️➖〰️➖