Posts

Showing posts with the label આવો કૂવો

આવો કૂવો... કવિતા

*આવો કૂવો* ૨-૪-૨૦૨૧ આશા નિરાશાનો અંધારિયો કૂવો છે, જિંદગી એ અધૂરા શમણાનો‌ આવો કૂવો છે. ભ્રમણાની કાંચળી ઉતારી દે એવો કૂવો છે, માનવ જીવન જ એક અંધારો એવો કૂવો છે. ભાવના પરિશ્રમ અને નશીબનો અઘરો કૂવો છે, સુખદુઃખ ની પહેલી નો સાક્ષી એવો કૂવો છે. મધ્યમવર્ગ, ગરીબનો મૃગજળ  સમો કૂવો છે, સંતાનોની તરક્કી નો ઝગમગાટ કૂવો છે. આત્મા અમર છે બાકી ખોળિયું અંધારો કૂવો છે, મનખાદેહ કે પાણીનો કૂવો આખર  કૂવો છે. આમજ જિંદગી રહસ્યમય તત્વો નો કૂવો છે, સંતો મહંતો માટે પણ શૂન્યવકાશ આ કૂવો છે.. ભાવના ભટ્ટ અમદાવાદ... ➖〰️➖〰️➖〰️➖〰️