Posts

Showing posts with the label આવો માવડી

આવો માવડી

*આવો માવડી* ભક્તિ ભાવ.. ૧૮-૧૦-૨૦૨૦ આવો માવડી નવરાત્રીમાં ગરબે રમવા, ચેહર મા ને ભાવે ભજવાને નાગર કુટુંબ આવજો.   નોરતામાં રાત દિવસ એક તારું જ રટણ માડી,  ચેહર માતાના દર્શન કરવાને ભકતો વહેલાં આવજો.  દિલની ભાવનાથી ચાચર ચોક શણગારી રાખ્યો છે,  ચેહર મા ને સખીઓ સંગે રમતા જોવા આવજો.  મનનો મોરલો કરે ટહુકો ચેહર મા ને જોવા આવજો, સોળે શણગાર સજીને રમે માવડી ને નિરખવાને આવજો. આવો ચેહર માવડી તારાં બાળુડાને દર્શન દેવાં આવજો, ભક્તિ ગીતો ને શબ્દોથી શણગારવાને આવજો.. ભાવના ભટ્ટ અમદાવાદ... ➖➖➖➖➖➖➖