Posts

Showing posts with the label આવોને ચેહર મા

આવોને ચેહર મા.. ૨૪-૯-૨૦૨૦

*આવોને ચેહર મા* ભક્તિ ગીત. ૨૪-૯-૨૦૨૦ આવોને ચેહર મા ટોડલે આભલાં ભરાવું, આવોને આસોપાલવ નાં તોરણીયાં બંધાવું. મનથી ફૂલ ગૂંથાવું વેણી ગુથું,ને રંગોળી પુરાવુ, આવોને ચેહર મા ભાવના ભર્યા હૈયે આંગણું સજાવું, અબીલ,ગુલાલ ને ઢોલ,શરણાઈ વગડાવુ, આવોને ચેહર મા કુમકુમ પગલાં પાડો એ વધાવુ. ઉતારો આપશું મન મંદિર ઘરમાં પધરાવશુ, આવોને ચેહર મા જમવાને થાળ પીરસાવુ. તમે આવો ચેહર મા અમારે ઘરે આનંદ થાય, આવોને ચેહર મા હરખાઈ લાડ લડાવું દર્શન લાભ થાય..  ભાવના ભટ્ટ અમદાવાદ....