Posts

Showing posts with the label એ વરસ્યો

એ વરસ્યો

*એ વરસ્યો*  અછાંદસ કાવ્ય.૨૪-૯-૨૦૨૦ શ્રાવણે  વરસ્યો ‌  વરસાદ, ભોળા શંભુને કાજે વરસાદ. ધરતી ઉપર જળની સવારી, આવી મેઘરાજા ની સવારી. બુંદ બુંદનાં નર્તન નયન રમ્ય લાગે, ટપ ટપનો એ ઝંકાર  મીઠો  લાગે. વરસીને નિરાળુ બને આકાશ જુઓ, મેઘધનુષનો અજબ રંગ બને જુઓ. ઘનઘોર મેઘછટા નિસર્ગ ને મળવા દોડી, એમાં વીજળીનો ચમકારો રેલાયો દોડી.   કુદરતે આપ્યું વરદાન જળરુપે, ધરતીએ સજ્યો લીલો શણગાર. વરસાદ એ જીવન જીવમાત્રનું છે, વરસે અમૃત સૌનો પ્રાણાધાર છે. વર્ષા રૂપે ઈશ્વર મહેર કરે છે, સરગમ સૂર બનીને રેલાવે છે..ભાવના ભટ્ટ અમદાવાદ.