Posts

Showing posts with the label એકતાની જીત

એકતાની જીત..૨૨-૧૧-૨૦૨૦

*એકતાની જીત*. માઈક્રો ફિક્શન... ૨૨-૧૧-૨૦૨૦ એક મલ્ટી નેશનલ કંપનીમાં કામ કરતા દેવાંગ, રિતેશ, જતન, નીલ, ચિંતન... કોરોના મહામારીમાં  લોકડાઉન થયું એટલે બધાં ઘરે બેઠા.. શેઠ અનિલ ભાઈ ચિંતા માં હતાં કે હવે શું થશે??? કારણકે એમણે એક પ્રોજેક્ટ હાથ પર લીધો હતો અને અચાનક આ મહામારી.. આ પાંચેય દોસ્તોએ પોત પોતાના ઘરે રહીને કંપનીનાં હિત માટે અધતન ટેકનોલોજી અને લેપટોપ ની મદદથી આ પાંચેય દોસ્તોએ કંપની માટે પોતાનું યોગદાન અને મહેનતથી એ પ્રોજેક્ટ પુરો કર્યો અને લેપટોપ પર અનિલભાઈ ને મોકલ્યો અને કંપની માટે વફાદારી ની દોસ્તી નિભાવી. અનિલભાઈ એ જે કંપનીનું કામ લીધું હતું એને મોકલ્યો અને એ પાસ થઈ ગયો અને કરોડો રૂપિયા નો ઓર્ડર મળ્યો... અનિલભાઈ એ પાંચેય દોસ્તોને એક પગાર ગિફ્ટમાં આપ્યો અને ગિફ્ટ વાઉચર આપ્યા... ભાવના ભટ્ટ અમદાવાદ.... ➖〰️➖〰️➖〰️➖〰️➖