Posts

Showing posts with the label કમાલ

કમાલ

*કમાલ* અછાંદસ કાવ્ય ૭-૧૦-૨૦૨૦  જુઓ જુઓ આ દુનિયામાં કેવી કમાલ છે, જ્યાં જુઓ ત્યાં બધે નાની મોટી ધમાલ છે. રામ જેવા રામે જઈ વને વાસો દીધો, સાધુ વેશે સીતા હરી દૈત્યે દગો દીધો. પાંડવ જેવા પાંડવ એ વન વન ભટકયા, પ્રારબ્ધનાં પકડમાંથી એ ય નથી છટકયા. દમયંતી ને નળને દુઃખ પડ્યું નથી થોડું, અંગે નહોતું વસ્ત્ર અને પગે નહોતું જોડું. ભાવના લલાટમાં લખ્યું નહીં મટશે, વધાર્યું નહીં વધું અને ઘટાડ્યું નહીં ઘટશે. અવનવી ઘટનાઓ ની આ કમાલ કેવી છે, સમજ્યાં કોઈ નહીં એવી આ ધમાલ છે.. ભાવના ભટ્ટ અમદાવાદ....