Posts

Showing posts with the label ગુજલીસ રચના

ગુજલીસ રચના... ૨૮-૧૧-૨૦૨૦

*ગુજલીસ રચના* ૨૮-૧૧-૨૦૨૦.. આ એ,બી,સી,ડી ને આ ક,ખ,ગ,ચ લખો, તમારા હાથની ફિગંર કેટલી એ લખો. પ્રથમ ફૂલો ને લાસ્ટમાં કાંટા વિશે લખો, પછી ગાર્ડન ને ફુવારાઓ વિશે લખો. ભાવના પૂછે કે શું અર્થ છે આ પોયમ નો, લ્યો નિર્ણાયક શ્રી લ્યો અને આ પ્રશ્નનો આન્સર લખો. ફરી એકવાર સ્પેલીગ અને શબ્દો નાં અર્થ લખો, ગમે તેવું રાઈટ, રોન્ગ પણ ગુજલીસ લખો. લખો, લખો કે છે તમને તો હેબીટ છે લખવાની, ચલો બધા અંગ્રેજી અને ગુજરાતી માં ખિચડી લખો. આ વિનર ને લૂઝરનો ડર કેમ રાખો છો લખો, તમે તો કાબેલ છો, લ્યો ગુજલીસ રચના લખો... ભાવના ભટ્ટ અમદાવાદ.... ➖〰️➖〰️➖〰️➖〰️➖