લાગણી નાં સંબંધ
*લાગણી નાં સંબંધ* ૨-૮-૨૦૨૦ રવિવાર.. આવ્યા તમે કૃષ્ણ બનીને હું સુદામા છું', હું તમારી સેવક છું તમે મારા ગુરુ મા છો. હું અમીર નથી પણ સાચી દિલની લાગણી છે, તમારે મહેલે છે અને મમતા ની સરવણી છે. મુખે કાંઈ માંગુ નહીં પણ તમે વણ માંગે જ આપ્યું છે, મોટાઈ તમારી છે કે નાની વ્યક્તિ ને અપનાવી છે. તમે જ તારણહાર છો, તમેજ સઘળું મારે છો, લાગણી ની દૂરી ક્યાં છે ને તમે પણ પરાઈ ક્યાં રાખી છે. લોહી અલગ જાણું છું ને તો પણ દિલનો સંબંધ છે, હૈયે વસી ગયાં છો અને આંખોમાં તમે જ વસ્યાં છો. આ અનમોલ આપણો સંબંધ હું માણું છું, ભાવના ભીનો આ સંબંધ અતિ વ્હાલો લાગે છે. હું યાદ કરું છું તો તમેય યાદ કરો છો, તમારી દુવાઓ માંગું છું તમે મારાં દુ:ખ દૂર કર્યા છે. આજ લાગણી નો સંબંધ સદાય વરતાય છે, માટે જ તમે કૃષ્ણ છો મારા ને હું સુદામા છું... ભાવના ભટ્ટ અમદાવાદ... મારાં ગુરુ અનસૂયા મા ને પ્રણામ...🙏🙏🙏