ગૃહિણી
*ગૃહિણી* કવિતા.. ૧-૮-૨૦૨૦ શનિવાર સવારે વહેલા ઊઠી ઘર સંભાળે એ ગૃહિણી, રાતે સૌથી છેલ્લા પથારીમાં સૂવે એ ગૃહિણી. પળેપળનો સદા હિસાબ રાખનાર એ ગૃહિણી, ભાવતોલ કરી વસ્તુ ખરીદનાર એ ગૃહિણી. ઘરમાં બધાનું ધ્યાન રાખનાર એ ગૃહિણી, પોતાની પીડા છુપાવનાર એ ગૃહિણી. ભાવના છુપાવી ખુશ રહેનાર એ ગૃહિણી, દરેકની નાની મોટી જરૂરિયાત સાચવનાર ગૃહિણી. ઘર માટે જીવતર પુરૂ કરનાર એ ગૃહિણી, ઘરની શોભા વધારનાર એ ગૃહિણી. એક કર્મથી નિષ્ઠા નીભાવનાર એટલે ગૃહિણી, દરેકને શિતળતા આપનાર એટલે ગૃહિણી... ભાવના ભટ્ટ અમદાવાદ...