Posts

Showing posts with the label ઘરની દેવી

ગૃહિણી

*ગૃહિણી* કવિતા.. ૧-૮-૨૦૨૦ શનિવાર સવારે વહેલા ઊઠી ઘર સંભાળે એ ગૃહિણી,  રાતે સૌથી છેલ્લા પથારીમાં સૂવે એ ગૃહિણી.  પળેપળનો સદા હિસાબ રાખનાર એ ગૃહિણી,  ભાવતોલ કરી વસ્તુ ખરીદનાર એ ગૃહિણી.  ઘરમાં બધાનું ધ્યાન રાખનાર એ ગૃહિણી,  પોતાની પીડા છુપાવનાર એ ગૃહિણી.  ભાવના છુપાવી ખુશ રહેનાર એ ગૃહિણી,  દરેકની નાની મોટી જરૂરિયાત સાચવનાર ગૃહિણી.  ઘર માટે જીવતર પુરૂ કરનાર એ ગૃહિણી,  ઘરની શોભા વધારનાર એ ગૃહિણી.  એક કર્મથી નિષ્ઠા નીભાવનાર એટલે ગૃહિણી,  દરેકને શિતળતા આપનાર એટલે ગૃહિણી...  ભાવના ભટ્ટ અમદાવાદ...