Posts

Showing posts with the label ટપાલ

ટપાલ

*ટપાલ* ૯-૧૦-૨૦૨૦ આપણી ઈચ્છા થીજી ગઈ જ્યારથી ટપાલ બંધ થઈ છે, ઘણી ઈચ્છા ત્યાંની ત્યાં રહી ગઈ ચિઠ્ઠી બંધ થઈ ગઈ છે.  ઘણાં સ્વપ્નો તુટ્યા આ સોસયલ મિડીયાના ભોગે, ઘણાં લખવાનું ભુલી ગયા,ટપાલ આમ જ ખોવાઈ છે. એક જમાનો હતો ઘણો કલશોર રહેતો પોસ્ટ ઓફીસે, આજે ઉત્પાત છે મનમાં ઘણી ધાંધલ મચી ગઈ છે. ભાવના ભર્યા એ સંદેશાઓ ગાયબ થયા આપણી વચ્ચે, ભાવ વિસારી દેખાડો કરવાની નવી રીત બની ગઈ છે. ઘણું લખવું છતાં પણ કંઈ નથી લખતું જ્યારે, ઘણી બધી આમ જ દિલની વાત દિલમાં રહી ગઈ છે... ભાવના ભટ્ટ અમદાવાદ.....