Posts

Showing posts with the label ડહાપણ

ડહાપણ

*આજનો શબ્દ:- ડહાપણ* *તારીખ :- ૧૨-૯-૨૦૨૦ *વાર :- શનિવાર* *પ્રકાર:- અછાંદસ કાવ્ય* *ડહાપણ* આ દુનિયાનાં ડહાપણ આમ ક્યાં સુધી સહન કરું,? દિલને મારા હું ક્યાં સુધી સમજાવી રાખું?. આંખમાં ઉભરાઈ આવે ક્યારેય લોકોનાં ડહાપણ, એ દર્દને ભીતર  દબાવીને સહન કરું સૌનાં ડહાપણ. સંબંધોમાં તો કાયમ છુપાવ્યાં છે સૌનાં  ડહાપણ, લાગણીઓને છુપાવી ક્યાં સુધી સહન કરું આ ડહાપણ. મેઘા વિચારે સુધરશે ક્યારેક આશમાં વરસો ગયાં વીતી, આંગણું સજાવી ભાવનાઓ પાથરી ને  રાત આમ વીતી.  રાત ભર જાગી વીણેલાં સ્વપ્નની ખ્વાઈશ અધૂરી રહી સરગમે ઘરનાં ટોડલે સુખનાં તોરણ બાંધીને જોઈ રહી. ડહાપણ કરવાં અધીરા થઇ ગયેલાં અે સગાંવહાલાં સૌ ટોળે મળી, ચાંદને, સૂરજને મનાવ્યા પણ તમાસો જોતાં સૌ ટોળે મળી. ડહાપણ નો વાર કરવા સૌ આતુર બની રહ્યાં, આમ મસ્તક ઝુકાવીને સૌનાં ડાહપણ સહન કરી  રહ્યાં.. ભાવના ભટ્ટ અમદાવાદ.....