Posts

Showing posts with the label ત્રણ વાનર

ત્રણ વાનર

*" ત્રણ વાનર "* ૨-૧૦-૨૦૨૦  પેલા ત્રણ વાનર કેવા ડાહ્યા,  ગાંધી બાપુને મુખે વખણાયા. પહેલો સમજાવે કાનો બંધ કરી ને, જૂઠું ના સાંભળશો તન માણસ નુ ધરીને.  બીજો સમજાવે બંધ આંખો ને રાખી,  જૂઠું ના જો જો ધૂળ જીવન મા નાખી.  ત્રીજો સમજાવે બંધ રાખીને મોઢું,  જુઠું ના બોલો મુખે કદી કોઈ દિવસ.  ગાંધી બાપુને પ્યારુ રમકડું લાગ્યુ,  " ભાવના " આંખો થી રાખ્યુ ના આઘુ... ભાવના ભટ્ટ ભાવુ અમદાવાદ..