Posts

Showing posts with the label દિપક

દિપક

*દિપક*  ૧-૧૧-૨૦૨૦ આ સાહિત્ય જગતમાં ચર્ચાયો ચહેરો,  દિપક બનીને અજવાળું ફેલાવે ચહેરો.  ખાંખાંખોળા કરીને નિતનવી હરિફાઈ યોજે, ચહેરા ઉપર સૌમ્યતા રાખેને હોઠે મહાદેવ રટે. નિતનવુ વિચારને દિલથી દિપક પ્રગટાવે, મનગમતું કે અણગમતું છતાં હોઠે હાસ્ય રમાડે. સાહિત્ય જગતમાં બાઝી રહ્યાં છે જાળાં, દિનકર ભાઈ દિપક પ્રગટાવી દૂર કરે જાળાં. દિપક બનીને નિઃસ્વાર્થ સેવા કરી જાણી, સાહિત્ય જગતમાં બીજાને આ વાત નાં પચાણી.  નાખી નજર ન પ્હોંચે એવા આ પ્રકાશિત, સૂરજની જેમ ઝળહળીને કરે સૌને પ્રકાશિત. આ સાહિત્ય જગતમાં દિપક બની સૌને રાહ બતાવે, ભાવના સૌની સમજી ને સૌને નવો માર્ગ બતાવે. ભાવના ભટ્ટ અમદાવાદ..... ➖〰️➖〰️➖〰️➖〰️➖