Posts

Showing posts with the label દેવદૂત

દેવદૂત... કવિતા.. ૧૪-૧૨-૨૦૨૦

*નાતાલ પર્વ નિમિત્તે*  *દેવદૂત* ૧૪-૧૨-૨૦૨૦ આવ્યા દેવદૂત બનીને ધરતી ઉપર જુઓ, માનવનો ઉદ્ધાર કરવા અવતાર ધર્યો જુઓ. મધર મેરીના પુત્ર બનીને આવ્યા જુઓ, ફાધર જોસેફ નાં દિકરા બનીને આવ્યા જુઓ. જેરુસલેમ ધરતીને પાવન કરી જુઓ, માનવ જાતને ધર્મ સમજાવ્યો જુઓ. આવ્યો નાતાલનો રૂડો તહેવાર જુઓ, ઈશુ ભગવાન ને યાદ કરી આભાર માનીએ જુઓ. ભાવના રંગેચંગે નાતાલ ઉજવીએ જુઓ, બાઈબલનો સાર જીવનમાં ઉતારીએ જુઓ. આવ્યા દેવદૂત બનીને માનવ રૂપે જુઓ, માનવ નો ઉદ્ધાર કર્યો ક્રોસ ઉપર જીવ ગુમાવ્યો જુઓ.. ભાવના ભટ્ટ અમદાવાદ.... ➖➖➖➖➖➖➖