પત્ર લેખન
*ટાસ્ક :- પત્ર લેખન* 15-10-2020 વ્હાલા દિકરા આપણે એક ઘરમાં સાથે જ રહીએ છીએ પણ તને હું કહી શકતી નથી એટલે આજે આ પત્ર દ્વારા મારાં દિલની ભાવના તારાં સુધી પહોંચાડુ છું... બેટા તું તો કળિયુગનો શ્રવણ છે.. આ જમાનાનાં છોકરાઓ કમાતાં થાય એટલે પોતાના મોજશોખ પૂરા કરે પણ એક તું છે જે માતા પિતા ની ચિંતા કરે છે અને અમારાં સુખ માટે રાત દિવસ એક કરીને મહેનત કરે છે પણ આ કોરોના એ બધું જ બરબાદ કરી દીધું પણ તું તારી હિમ્મત અને મજબૂત મનોબળ થી સતત દોડતો રહે છે અને પોતાનાં માટે કોઈ જ ચીજ વસ્તુઓ નથી ખરીદતો અને અમારાં એક બોલ પર તું પાણીની જેમ રૂપિયા વાપરે છે... બેટા આ દુનિયા બહું સ્વાર્થી છે જેને જેને તારી જરૂર પડી એણે તારો ઉપયોગ કર્યો અને જ્યારે તારે જરૂરિયાત ઉભી થઈ ત્યારે તારી પડખે કોઈ નાં ઉભું રહ્યું સિવાય તારી ધર્મ પત્ની માટે બેટા બહું ભોળા અને સીધા રેહવાથી દુનિયામાં નથી જીવાતું થોડોક પ્રેકટીકલ બનજે... તું હોશિયાર છે પણ બીજા નું દુઃખ જોઈ દોડે છે થોડોક તારો પણ વિચાર કર... બસ દિકરા ઝાઝું શું લખું... મા ના દિલથી આશિર્વાદ તારી સાથે છે... લિ.. તારી મા... ભાવના ભટ્ટ અમદાવાદ.... ➖➖➖➖➖➖➖