Posts

Showing posts with the label મનથી પૂજતાં

મનથી પૂજતાં.... ભક્તિ ગીત

*મનથી પૂજતા* ભક્તિ ગીત... ૨૪-૪-૨૦૨૧ મનથી પૂજતાં, ચેહર માં આવી મળે છે,  પથ્થર મહીં પણ અલૌકિક રૂપમાં મળે છે.  દુઃખમાં પણ શરણું ચેહર મા નું મળે છે, નજર જ્યાં ઠરે, ભાવનામય ભાવથી મળે છે. ચેહર મા અપાર લીલા લહેર કરાવે છે, જ્યાં ચેહર મા રૂપે એક દેવી મળે છે. આ કળિયુગમાં હાજરાહજૂર દેવી મળે છે, જ્યાં પાવર વાળી દેવી અંતરનાં પોકારે મળે છે. આ દુનિયામાં સાચો એક સથવારો મળે છે, મમતાભર્યા માવડી સમંદર રૂપે મળે છે. વિશ્વાસ મૂકીએ તો ભરોસા નું ડેરૂ મળે છે,  ચહેર મા જાતરમાં રમતાં જોવા મળે છે... ભાવના ભટ્ટ અમદાવાદ... ➖〰️➖〰️➖〰️➖〰️➖