Posts

Showing posts with the label મા ચેહર

અંતરથી ભજો ચેહર મા

*અંતરથી ભજો ચેહર મા* ભક્તિ ગીત.. ૧૯-૮-૨૦૨૦ અંતરથી પાઠ પૂજા કરો તો મા રાજી થાય, સાચાં દિલથી એકવાર ભજો તોયે મા રાજી થાય. ચેહર મા ની ભકિતમાં ડૂબવામાં મજા છે, ભવસાગર તરાવે એ ચેહર મા નું નામ છે. વસંતપંચમીના પ્રગટ થયા, જિંદગીમાં વસંત ફેલાવે છે, માટેજ પાનખરનો ડર નથી, ચેહર મા આધાર છે. જિંદગી તો જીવો પણ ભક્તિ ભાવનાથી જીવો, ઢોલ પીટી ને ભક્તિ કરવાથી ફાયદો નથી. રમેશભાઈ એ આજીવન ભક્તિમાં સમર્પિત કર્યું છે, ગોરના કુવે બેઠાં હાજરાહજૂર જુવો ચેહર મા છે. આત્મિયતા ભટ્ટ પરિવારની એ ચેહર મા ની કૃપાથી છે, ભીતરે ફૂટે ઝરો ભક્તિનો એ ચેહર મા ની દયા છે. ચેહર મા ને ગવૌયા રેગડી ગાઈ ને રીઝવે છે, વેણ એવાં ઉચારે માતા બોલે દોડતાં આવે છે. ' રૂપા બા, નાયણા નાગરની' ભક્તિની વ્યાખ્યા ક્યાં થાય છે, આવરો ને જાવરો નીતનવા સેવકોનો ચાલતો રહે છે... ભાવના ભટ્ટ અમદાવાદ...