Posts

Showing posts with the label મારી બહુચર મા

મારી બહુચર મા

*મારી બહુચર મા* ૫-૧૦-૨૦૨૧ મને શંખલપુર યાદ આવે છે,  ઘરમાં મારું  મન લાગતુ નથી. આનંદનાં ગરબામાં મળેલ આનંદ બીજા કશામાં મળતો નથી. બહુચરાજી તમારી અકળ લીલા, આજે પણ પ્રચલિત છે. તમારાં દર્શને શાંતિ મળે છે, બાકી શાંતિ ક્યાંય મળતી નથી. કૂકડા રમતાં તમારી પાળે મા, બીજા મંદિરોમાં રમતાં નથી. પારણું બંધાવનાર દેવી તું જ છે, તારાં વગર મહેણું ભાંગનાર કોઈ નથી.   નારીનો કર્યો નર, ઘોડીનો કર્યો ઘોડો, બહુચર મા તમ વિના કોઈ નથી. ભાવના ભર્યા ભાવ સાંભળનાર,  કુળદેવી તમ વિના કોઈ નથી. શંખલપુર સોહામણું લાગે છે,  એવું સોહામણું કશું નથી. મંગળવારે તારી યાદ આવી છે, બહુચરાજી તારાં વિના કોઈ નથી. ભક્તોના હૃદયમાં સ્થાન તારું છે, મા તમ વિના મન ક્યાંય લાગતું નથી. *કોપી આરક્ષિત* *©* *ભાવના ભટ્ટ અમદાવાદ...* ➖〰️➖〰️➖〰️➖〰️➖