મારી માત ચેહર મા
*મારી માત ચેહર મા* ભક્તિ ગીત...૧૯-૧૦-૨૦૨૦ મારી માત ભવાની ચેહર મા ભક્તો નાં હ્રદયમાં રાજ કરે, મારી ચેહર મા બેઠી રૂપા બા, નાયણા નાગર ની પેઢીમાં. એવી પાવર વાળી ચેહર મા, સાચાં મનથી ભજે એને લાડ કરે. મારી મોંઘેરી માડી રમવા આવી ગરબે ઘુમીને હાંકલ કરે. દિલની ભાવનાઓ નો ચોક બન્યો રૂડો ચુંવાળ નો... ચોક બન્યો છે ચુંવાળ નો ને રમે ચેહર મા ભુવાજી નાં પંડમાં ને ખમ્મા ખમ્મા નો ખમકારો કરે. મારી હાજરાહજૂર ચેહર મા આંગળી પકડીને ભવસાગર પાર ઉતારે રે.. ઓલી મઢમાં બેસેલી ડોસી મને લાડ લડાવે, લાડ લડાવે ને મારાં કોડ પૂરે રે... ગવૈયા, સેવકો ની આશા પૂર્ણ કરે, ચેહર મા ને દ્વારે આવે એનો બેડો પાર કરે રે ભટ્ટ કુટુંબમાં બેઠી ચેહર મા દેવી કૃપા અપાર કરે રે.. ભાવના ભટ્ટ અમદાવાદ... ➖➖➖➖➖➖➖