મૃગજળ... વાર્તા.. ૯-૧૨-૨૦૨૦
*મૃગજળ* લઘુકથા..૯-૧૨-૨૦૨૦ અંજલિ બાળોતિયાની બળેલી હતી એને જન્મ આપ્યો અને એની માતાનું મૃત્યુ થયું... મોટા ભાઈ જીતેશભાઇ અને પિતા વિજય ભાઈ એ મોટી કરીને પરણાવી... સાસરે આવી ત્યારે ખબર પડી કે પતિ રાજીવ દસ ધોરણ જ પાસ છે અને વ્યસની છે... અંજલિ પિતાને દુઃખ નાં થાય એટલે સહન કરીને રેહતી હતી પણ લગ્નને સાત જ મહિના થયાં હતાં અને પિતાને હ્રદય રોગનો હુમલો આવ્યો એથી વિજયભાઈ બચી શક્યા નહીં.. અંજલિને માથે તો આભ જ તૂટી પડ્યું એ બે જીવ સોતી હતી એથી પિતાનું છેલ્લીવાર નું મોં પણ ના જોઈ શકી.. રાજીવ સુધરશે ને સુખ આવશે એ આશામાં અંજલિ દિવસો ગુજારતી રહી.. પાંચ વર્ષમાં બે સંતાનોની માતા બની ગઈ અંજલિ પણ રાજીવમાં કોઈ સુધારો આવ્યો નહીં.. અચાનક જીતેશભાઇને ગળામાં દુખાવો થતાં અને જમી ન શકતાં એટલે ડોક્ટરને બતાવ્યું અમુક રિપોર્ટ કરાવ્યા ગળામાં કેન્સરની ગાંઠ નીકળી.. જીતેશભાઇ ત્રણ જ મહિનામાં આ દુનિયા છોડી ચાલ્યા ગયાં.. અંજલિને તો પિયર વાટ બંધ થઈ ગઈ.. રાજીવ નોકરી છોડીને જુગાર રમતા એટલે અંજલિ એ નોકરી કરીને છોકરાઓ ને ભણાવ્યા ગણાવ્યા અને પરણાવ્યા.. અંજલિ એ વિચાર્યું કે હવે સુખ આવશે અને રાજીવ એની કદર કરશે પણ અંજલ...