Posts

Showing posts with the label મોલ ભાવ

કિંમત

*કિંમત* અછાંદસ.. કવિતા... ૧૫-૮-૨૦૨૦  આ જિંદગીમાં ક્યાં‌ કોઈની કિંમત છે, મળે છે ત્યારે નહીં પણ જયારે ગુમાવી દે ત્યારે કિંમત થાય છે. માણસ ની કિંમતથી સંબધો વધે અને ટૂટે‌ છે, માણસા આમજ પાછો પડે કે કિંમત ક્યાં છે?. સરનામું ‌નથી હોતું શ્વાસોનું પણ કિંમત દવાઓની છે, ધબકારા બંધ થયાં પછી  કફન ની કિંમત છે. ઈચ્છાઓ ની નહી પણ ઈચ્છા પૂરી કરવાની કિંમત છે, મંદિરમાં પણ શ્રધ્ધા સાચી છે કે ખોટી એ કિંમત થાય છે. ભાવનાઓ સાચી ભલે હોય પણ કિંમત તો દેખાડાની થાય છે, માણસ જ અંદરથી ને બહારથી જુદો મળે છે. ભગવાન મળતો નથી કળિયુગમાં, નામસ્મરણ જ કિંમતી છે, આ સ્વાર્થી દુનિયામાં સાચાં કંકર લાગે અને જુઠ્ઠાણાં ની કિંમત થાય છે... ભાવના ભટ્ટ અમદાવાદ.....