Posts

Showing posts with the label મોહ

મોહ. ૬-૧૧-૨૦૨૦

*મોહ* લઘુકથા... ૬-૧૧-૨૦૨૦  શુક્રવાર એકનો એક દિકરો નિરજ કેનેડા સ્થાયી થઈ ગયો એટલે રક્ષા બહેનને વિદેશ નો મોહ વધી ગયો અને નિરજે  ત્યાં જ લગ્ન કર્યા સાક્ષી સાથે... રક્ષા બહેન વોટ્સએપ પર ફોટા જોતા અને વિડિયો કોલ પર વાત કરતાં એમનો દિનપ્રતિદિન કેનેડા જવાનો મોહ વધતો ગયો... નિરજ ને ત્યાં દિકરા નો જન્મ થયો... છ મહિનાનો થયો યશ એટલે નિરજે રક્ષા બહેન ને કેનેડા બોલાવ્યા... રક્ષા બહેન આખી સોસાયટીમાં પ્રચાર કર્યો કે પોતે દિકરાને ત્યાં કેનેડા જાય છે... રક્ષા બહેન કેનેડા પહોંચ્યા એક અઠવાડિયું તો હરવા ફરવા અને નવું વાતાવરણ માણવાનો આનંદ પામ્યા પણ પછી નિરજ અને સાક્ષી નોકરી જતાં રહે એટલે યશ ને રાખવાનો અને ઘરનું બધું જ કામકાજ કરવાનું અને આજુબાજુ માં ક્યાંય વાતચીત નહીં કરવાની એટલે એમનો વિદેશ નો મોહ ઊતરી ગયો... રોજ બાળક સાચવવું અને ઘરમાં બધાં જ કામકાજ કરીને રક્ષા બહેન નો પુત્ર અને પ્રપોત્ર નો મોહ પણ ઉતરી ગયો અને ભારત પાછા આવવા માટે નિરજ ને વિનવી રહ્યાં... ભાવના ભટ્ટ અમદાવાદ...