હેલ્લારો લાગ્યો
*લાગ્યો હેલ્લારો* ભક્તિ ગીત... આંખોમાંથી વરશે આંસુ મને ચેહર મા ને મળવા નો હેલ્લારો લાગ્યો, ભાવના ભીની ભીની વરસે ચેહર મા ના દર્શન નો હેલ્લારો લાગ્યો. ગોરના કૂવાની દેવીને મળવાનો અને એની ઝાંખી કરવાનો હૈયેથી હેલ્લારો લાગ્યો, રમેશભાઈ ની આશિષ થી સપના સાથે આશાઓ પૂર્ણ થતી એ જોવાનો હેલ્લારો લાગ્યો. નાયણા, રૂપાબા નાં પેઢીમાં કલકલ વહેતાં ઝરણાં રૂપે બેઠી મા ને જોવાનો હેલ્લારો લાગ્યો, નાગર પરિવારમાં સોળેકળાએ ચેહર મા નો હેલ્લારો લાગ્યો. આ કળિયુગમાં આંજે એવું મોતી હાથ મળ્યું છે એટલે જ હેલ્લારો લાગ્યો, ગવૈયા,સેવકો, રેગડી ગાતા હળવે આવે ચેહર મા નો હેલ્લારો લાગ્યો. લેતાં મા નું નામ ભીતરની આળસ મરડી ભાગે ચેહર મા નો હેલ્લારો લાગ્યો, આખે આખું વિશ્વ ઝૂકે છે જેનાં ચરણોમાં એવાં દયાળુ ચેહર મા નો હેલ્લારો લાગ્યો... ભાવના ભટ્ટ અમદાવાદ.....