Posts

Showing posts with the label રંગીન કાગડો

રંગીન કાગડો

*રંગીન કાગડો* અછાંદસ કાવ્ય.૧૩-૯-૨૦૨૦   આ   દુનિયાનાં  રંગ  જોઈ લીધાં, એથીજ રંગીન કાગડા જોઈ લીધાં. પથ્થર દુનિયામાં ખેલ જોઈ લીધાં, અહલ્યાને તારી એ રામ જોઈ લીધાં. જિંદગી રંગીન છે પણ રંગ જોઈ લીધાં, સમસ્યાઓથી રંગીન કાગડો જોઈ લીધાં. સરગમનાં સાત સૂર નાં રંગ જોઈ લીધાં, ભાવનાનાં ખેલ બતાવી રંગ જોઈ લીધાં. જીવન જેવું રંગીન ચિત્રપટ જોઈ લીધું, મેઘલની સહનશક્તિ ની સીમા જોઈ લીધું. ટોળેટોળાં જોયાં માણસોનાં, નિતનવા રંગ જોઈ લીધાં, ખ્વાઈશ હૈયામાં જ રહી ગઈ એ અરમાનો જોઈ લીધાં. આમજ રંગીન કાગડો બની જિંદગીનાં તમાશા જોઈ લીધાં, ભૂલભૂલૈયા બની ગઈ જિંદગી એના વમળો જોઈ લીધાં... ભાવના ભટ્ટ અમદાવાદ....