Posts

Showing posts with the label લખું ચેહર મા નાં ગુણ

લખું ચેહર મા નાં ગુણ

*લખું ચેહર મા નાં ગુણ* ભક્તિ ગીત.. લખવા બેસું તો તારા વિશે લખી ના શકુ એટલાં ગુણ છે ચેહર મા, ભાવનાઓના હૈયાં નો અહેસાસ છે એ કોઈ વિરલો સમજે ચેહર મા. રમેશભાઈ ની અપાર ભક્તિ માટે શબ્દોની જરૂર નથી, ચેહર મા, તું તો મૌનની ભાષા પણ સમજે છે એવી જાગતી જ્યોત છે ચેહર મા. રૂપા બા, નાયણા નાગરનાં હૈયાના પ્રત્યેક ધડકનમાં નામ તારું હતું ચેહર મા, તારા થકી જ ધડકે હૃદયથી ભટ્ટ પરિવાર જુઓ ચેહર મા. ગોરના કુવે મહેરામણ બનીને  છલકાય છે તારો મહિમા ચેહર મા, પણ તારા દર્શન વગર બધું જ સૂનકાર છે ચેહર મા. ન કરી શકુ તારા વિના જીવનની કલ્પના ઓ ચેહર મા, ગવૈયા, સેવકોના દિલના પોકારને બસ તું જ સમજી શકે ચેહર મા... ભાવના ભટ્ટ અમદાવાદ....