Posts

Showing posts with the label લાગી લગન

લાગી લગન... ભક્તિ ગીત

*લાગી લગન* ભક્તિ ગીત.. ૧૦-૩-૨૦૨૧ લાગી લગન મને ચેહર મા નાં નામની, મારું મનડું ચેહર મા નાં ચરણોમાં. જીવન મારું આખું માવડી, તવ ચરણોમાં સમર્પિત છે. મુખડું જોઈને માયા રે લાગી, ચેહર મા તારી લગની લાગી. અડસઠ તીરથ ચેહર મા નાં દર્શને, અન્ય તીરથ હવે શું કરવાં રે. ચેહર મા નાં દર્શને શમે સહુ અગન, ચેહર મા નાં ચરણોમાં લાગી લગન. ભાવના કરે અર્પણ તન,મન,ધન ચેહર મા ચરણોમાં, શરણે આવ્યા છીએ ભવપાર ઉતારો ચેહર મા. બ્રહ્માદિક સુર સનકાદિક પણ, ચેહર મા નાં ચરણોનાં ઉપાસક છે. ભાવના ભટ્ટ અમદાવાદ.... ➖〰️➖〰️➖〰️➖〰️➖