Posts

Showing posts with the label વતન

દેશ

દેશ... કવિતા.. ૧૫-૮-૨૦૨૦ શનિવાર દેશની કદર ના કરી,  વિદેશમાં જઈ વસી ગયા.  જન્મભોમકા ની પ્રસંશા ના કરી,  વિદેશની ભૂમિમાં મોહી ગયા.  દેશના સંસ્કારો ભૂલી ગયા,  વિદેશ ના રંગે રંગાઈ ગયા.  દેશની ઓળખ તો ના કરી,  એન આર આઈથી ઓળખાઈ ગયા.  દેશમાં રહી દેશ માટે કંઈ ના કર્યુ,  વિદેશમાં જઈ મા-ભોમકા ભુલી ગયા.  શું થશે ભાવના આ દેશનુ???  દેશની  આઝાદી આમજ ભુલી ગયા. ભાવના ભટ્ટ અમદાવાદ.......