વાત્સલ્ય
*વાત્સલ્ય* ૨૯-૧૦-૨૦૨૦ લાગણીના હથોડે મૂરત બનાવી દીધી, એ વાત્સલ્યની મૂરતને આંખોમાં સમાવી દીધી. દર્શન કરુછું એના,આંખો બંધ કરીને દિલમાં, એ વાત્સલ્યની મૂરતને શિષ નમાવું હેતમાં. નમે મસ્તક વાત્સલ્ય ભરેલો હાથ એનો માથે છે, સદાય શાંતિનો ભાસ જતાવે એવી પ્રેમાળ છે. સુખી થવાનો આનંદ ભાવના એનાથી છે, એવોજ નિર્મળ વાત્સલ્ય ભાવ સદા મળે છે. અંતરથી વાત્સલ્ય મળતાં દિલને હાશ મળે છે, એ વાત્સલ્યથી નિત્ય આનંદ મળે છે.... ભાવના ભટ્ટ અમદાવાદ.... ➖〰️➖〰️➖〰️➖〰️➖