હું ક્યાં છું???
*હું ક્યાં છું?* ૩૦-૧૦-૨૦૨૦ આમ તક આપી બધાને, પણ હું ક્યાં છું??? બારણું તો દિલનું ખોલો જરા, હું ક્યાં છું. ખુશિયા લઈને આવી છું, પણ હું ક્યાં છું???, દિલની ભાવના તો બતાવો, હું ક્યાં છું???. નિર્મળ લાગણી લઈને આવી છું, પણ હું ક્યાં છું???, પ્રેમથી એક નજર તો કરો, હું ક્યાં છું???. રચના લખવા આવી છું, પણ હું ક્યાં છું???, શબ્દોના અર્થ ની સરગમ સમજો, પણ હું ક્યાં છું???. ફોટો ફ્રેમમાં થી જોઈ રહી છું, પણ પ્રત્યક્ષ હું ક્યાં છું???, અંતરથી ભાવ પ્રગટ કરી રહી છું, પણ હું ક્યાં છું???. ભાવના ભટ્ટ અમદાવાદ... ➖〰️➖〰️➖〰️➖〰️➖