અલી, ટલી

*અલી,ટલી* હાસ્યાસ્પદ ૧૦-૧૦-૨૦૨૧

અલીબેન નું અરરરર ર... અરરરર  ર...
ટલીબેન બોલે ટરરર ર... ટરરર ર....ટરરરર ર...
ને સેણી બેન બોલે સરરરર..ર...‌સરરર ર... સરરર ર.
ઝેણીબેન બોલે..ઝરરરર ર...‌ઝરરર... ઝરરર ર..
 અને..
પેણીબેન બોલે.. પરરરર ર... પરરરર ર...‌પરરરરરરર...
આમ ચાર ચોટલાનું ગૂસપૂસ...ગૂસપૂસ સાંકેતિક શબ્દ.
વેણીભાઈ ઘુઘવાટ કરતાં, ઘૂરકે હું..હું..હું.. હું હોશિયાર  વેણીભાઈ... 
ફેણીભાઈ  એક જ બોલી બોલે.. હું ફાવ્યો... હું ફાવ્યો... હું ફાવ્યો..
મારી આગળ કોઈની નાં ચાલે આરી...
આમ ચોકડી મંડળમાં શી કક્કાવારી ની રમઝટ જામી..
સસલીબેન  ઈશ્વરને પુછે છે..
આ ચોટલા મંડળમાં આ શું ભાંજગડ માંડી રે..
ફૂલ્યા ફાલ્યા ફરતાં ફેણીભાઈ,
ફેણીભાઈ કહે જે હડફેટે ચઢ્યાં 
એ તો ગયાં હાથ ઘસતા રે..
થોભી જાતાં સસલાં પરિવાર આ જોઈને..
ડરતાં, ધ્રુજતા બોલતાં... હવે શું થશે... હવે શું થશે.. 
હવે શું કરવું... કેમ રેહવુ..
માન વિના સંબધોમાં કેમ જવું 
ખોટા દેખાડા કરવા.. એમ.... ઓહોહો.... શું વાત કરો છો.. 
અલીબેન નું અરરર ર... અરરર ર.
આમજ ખોદણી ખોદતાં લાખો કરોડો ની ઉથલપાથલ કરતાં..
પણ સાચું ખોટું કળશું કેમ???
કારણકે...
જૂઠી જમાતને...
જૂઠી ફોજ..
બૂમો પાડીને કરે પ્રચાર..
રાંક સસલાં રળશે શું ?
સમાનતાનો સમય ગયો.. જૂઠાં કરે લહેર.. સાચાં મો છુપાવીને ફરે..
જ્યાં ને ત્યાં....
એકજ કામગીરી,
આ આવી ને આ તેવી છે;
આખો દિવસ એક જ કામ
ગે ગે ફેં ફેં કરતા પંચાત કૂટવી..
 હેં,  શું કહ્યું..
હેં, હેં, શું..શું..શું.. આ સાંભળ્યું.
અલીબેન ટલીબેન કરે..
અરર ર... ટરરર ર... અરરર ર... 
અરે બાપરે ભાગો ભાઈ...
ચોટલા પરિષદ નો કાળો કકળાટ.
*કોપી આરક્ષિત* *©*
ભાવના ભટ્ટ અમદાવાદ....
➖〰️➖〰️➖〰️➖〰️➖

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ