તારો ભરોસો મને
*તારો ભરોસો મને* વ્યંગાત્મક. ૪-૯-૨૦૨૧
એક તારો ભરોસો મને હતો,
પણ ભરોસો તોડ્યો પંચાત કરી.
દિલની વાત કહી ભરોસો રાખીને,
તમે મીઠું મરચું ઉમેરીને;
વાતને ગંભીર સ્વરૂપ આપ્યું.
સંબંધોમાં તિરાડ પાડી દીધી,
આવું કરવાથી શું લાભ થયો?
નાહક સંબંધોમાં કડવાશ કરાવીને.
તારો ભરોસો મને ભારી હતો,
એ ભરોસો મને ભારી પડ્યો;
ભાવના ઘવાઈને ભરોસો તૂટ્યો.
ભૂલ મારાથી થઈ ભરોસો રાખીને,
સ્ક્રીનશોટ ને રેકોર્ડિંગનાં યુગમાં;
કે તમે આવી પંચાત કરી ને.
ખ્યાલ તો હતો કે પંચાત કરો છો,
પણ ભરોસો મને નડયો છે,
મારાં ગણ્યાં ને મને જ નડયા છો
*કોપી આરક્ષિત* *©*
ભાવના ભટ્ટ અમદાવાદ...
➖〰️➖〰️➖〰️➖〰️➖
Comments
Post a Comment