લટકેલી સરપ્રાઈઝ
લટકેલી સરપ્રાઈઝ .... માઈક્રો ફિક્શન.. ૬-૮-૨૦૨૦ મુકેશભાઈ ઓફિસથી વહેલા નિકળી ગયા. પોતાની એકની એક દીકરીને સરપ્રાઈઝ આપી ફરવા લઈ જવાનો નિર્ણય કર્યો. "આજે એને પણ કોલેજમાં રજા છે તો ખુશ કરી દઉ. ગઈકાલે થોડું વધારે જ ગુસ્સે થઈ જવાયું હતું. શું કરું? એકલા હાથે ઉછેર ઘણો અઘરો છે" દરવાજાનું લોક ખોલ્યુ તો નિઃશબ્દ થઈ ગયા અનેરી પંખે લટકતી હતી... ભાવના ભટ્ટ અમદાવાદ...