લટકેલી સરપ્રાઈઝ

લટકેલી સરપ્રાઈઝ ....  માઈક્રો ફિક્શન..  ૬-૮-૨૦૨૦

મુકેશભાઈ ઓફિસથી વહેલા નિકળી ગયા. પોતાની એકની એક દીકરીને સરપ્રાઈઝ આપી ફરવા લઈ જવાનો નિર્ણય કર્યો. "આજે એને પણ કોલેજમાં રજા છે તો ખુશ કરી દઉ. ગઈકાલે થોડું વધારે જ ગુસ્સે થઈ જવાયું હતું. શું કરું? એકલા હાથે ઉછેર ઘણો અઘરો છે"
દરવાજાનું લોક ખોલ્યુ તો નિઃશબ્દ થઈ ગયા અનેરી પંખે લટકતી હતી... 

ભાવના ભટ્ટ અમદાવાદ...

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ