Posts

Showing posts with the label અઘોર નગારાં

અઘોર નગારાં... કવિતા...

*અઘોર નગારાં* ભક્તિ ગીત.. ૨૨-૩-૨૦૨૧ અઘોર નગારાં વાગે, દડબડ, દડબડ ગોરના કુવે નગારાં વાગે; ચેહર મા હાજરાહજૂર આવે. અઘોર નગારાં વાગે, ઘંટનાદનો ઘંટરાવ વાગે; સાંભળીને ચેહર મા હરખાય. અઘોર નગારાં વાગે, શંખનાદ નો મધુર નાદ ગુંજે; સાંભળીને મા અમી નજર કરે. અઘોર નગારાં વાગે, ભકતો ભાવના સભર હૈયે પોકારે; ચેહર મા વાયુવેગે આવે. અઘોર નગારાં વાગે, માઈ ભકત રમેશ ભાઈ અરજ કરે; સાંભળીને ચેહર મા લાજ રાખે. ભાવના ભટ્ટ અમદાવાદ... ➖〰️➖〰️➖〰️➖〰️➖